વાહનનું ઈ-ચલણ/ઈ - મેમો કેટલો સમય સુધી ભરી શકો? સંપૂર્ણ માર્ગદર્શન"
"જાણો વાહનના ઈ-ચલણને કેટલો સમય સુધી ભરી શકાય છે, ચૂકવવાનો સમયગાળો અને અન્ય જરૂરી માહિતી. તમામ નિયમો અને માર્ગદર્શન."
અકસ્માત થવાના મુખ્ય પરિબળો જેવા કે ઓવરસ્પીડ કે રફ ડ્રાઈવિંગ કરવું વિગેરે હોય શકે છે. સરકાર અને આરટીઓ વિભાગ અવર નવાર રોડ સેફ્ટી ના નિયમોનું પાલન કરાવવા સમયાંતરે માર્ગ સલામતીના કાર્યક્રમો યોજી નાગરિકોને જાગૃત કરે છે તેમ છતાં વાહન ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરી પોતાનું અને અન્ય રાહદારી નો જીવ જોખમમાં મૂકે છે.જેથી આરટીઓ વિભાગ તરફથી જે વાહન ચાલકો, હેલ્મેટ કે સિટબેલ્ટ પહેર્યા વિના વાહન ચલાવે છે, તેમજ વાહન નો વીમા નથી ઉતરાવતા, પી યું સી, અને ફિટનેસ સર્ટિફિકેટ વિના વાહન ચલાવતા હોય છે. આવા કારણોસર હવે આરટીઓ વિભાગ ઇ-મેમા/ઇ ચલણ ઇસ્યુ કરી રહી છે. અને તેને યોગ્ય સમય મર્યાદામાં જો ભરપાઈ કરવામાં ન આવે તો ગંભીર પરિણામ આવી શકે છે.
ઈ ચલણની સમય મર્યાદા કેટલી હોય છે?
જ્યારે કોઈપણ વાહન ચાલકની વિરુદ્ધમાં ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે તો ઇસ્યુ તારીખથી 90 દિવસ સુધીમાં આ ચલણ ભરવાનું હોય છે, આ ચલણ ઓનલાઇન કે ઓફલાઈન મારફતે ભરી શકાય છે,
હું ઈ ચલણ કેવી રીતે ભરી શકું?
જ્યારે તમારી વિરુદ્ધ આરટીઓ તરફથી કોઈ એક ચલણ આપવામાં આવ્યું હતું. તમારા મોબાઈલ ઉપર તમને એક મેસેજ મારફતે તમને એ ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યું છે તેઓ મેસેજ મોકલવામાં આવશે આ મેસેજ મળે કે તરત જ તમે એ પરિવહનમાં જઈને ઓનલાઈન તમારી ગાડીનો રજીસ્ટ્રેશન નંબર નાખી મળેલા મેસેજ ને ના ઈ-મેમા ને વેરીફાઈ કરી શકો છો, અને એ પરિવહન મારફતે ઓનલાઈન જ ચલણ ભરી શકો છો જો તમે ઓનલાઈન ભરવાના માપતા હોય તો જે તે આરટીઓ વિભાગ તરફથી આપવામાં આવેલો ઈ - મેમો ને જેતે આરટીઓ વિભાગ ની મુલાકાત લઈ ઈ ચલણ ભરી શકો છો.
ઓનલાઇન: (૧) (૨).
(૧) E challan website
(૨) Virtual court online
શું હું મોબાઈલ ઉપર ઓનલાઇન ચલણ ભરી શકું?
જી હા તમે ઓનલાઈન ચલણ ભરી શકો છો આ માટે સૌથી પહેલા તમારે એમ પરિવહનની વેબસાઈટ ઉપર જવું પડશે ત્યાં જઈને તમે ચલણ ભરી શકો છો જો તમારી પાસે મોબાઇલ દિવસ હોય તો મોબાઈલ ની ઉપર એમ પરિવહન ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં પણ ઈ ચલણ ભરી શકો છો.
જો હું 90 દિવસમાં ઓનલાઇન કે ઓફલાઈન ચલણ ન ભરું તો શું થાય?
વાહન ચાલકોને આપવામાં આવતો ઈ મેમો કે ઈ ચલણ જો યોગ્ય સમય મર્યાદામાં ભરવામાં ન આવે તો 90 દિવસ પછી વર્ચ્યુઅલ કોર્ટમાં ઈ મેમો ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જેને મોબાઈલ કોર્ટ પણ કહેવામાં આવે છે.
હવે વર્ચ્યુઅલ કોર્ટમાં તમારો ઈ મેમો ગયા બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં આખા દેશમાંથી કોઈ પણ જગ્યાએ થી તમે ઓનલાઇન વર્ચ્યુઅલ કોર્ટમાં ઈ મેમો ભરી શકો છો આ સુવિધા તમને સરકાર તરફથી આપવામાં આવે છે આ માટે તમારે વર્ચ્યુઅલ કોર્ટની વેબસાઈટ પર જવાનું હોય છે આ વેબસાઈટ ઉપર જઈને તમારો ઈ ચલણ નંબર નાખવો જોઈએ અથવા તો તમારા ગાડી નું રજીસ્ટ્રેશન નંબર નાખવાથી તમારો ઓનલાઈન જનરેટ થયેલો ઈ મેમો તમને દેખાડવામાં આવશે, અને ત્યારબાદ ઈ ચલણ ભરવા માટે તમને જણાવવામાં આવશે જો તમે ચલણ ભરી દેશો તો તમારો કોટ માં કેસ પૂરો થઈ જશે.
વર્ચ્યુઅલ કોર્ટમાં ઈ મેમો ભરવાની સમય મર્યાદા કેટલી હોય છે?
જો તમારો ઈ મેમો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે તો જ્યારે તમારો ઈ મેમો વર્ચ્યુઅલ કોર્ટમાં જે તારીખે ટ્રાન્સફર થાય તે તારીખ થી 45 દિવસની અંદર તમારે વર્ચ્યુઅલ કોર્ટમાં ઓનલાઇન ઈ-મેમો ભરવાનો હોય છે.
વર્ચ્યુઅલ કોર્ટમાં 45 દિવસમાં ઈ મેમો ન ભરાય તો શું થાય?
અને આ 45 દિવસની અંદર વર્ચ્યુઅલ કોર્ટમાં ઈ મેમો ભરવામાં ન આવે તો વર્ચ્યુઅલ કોર્ટમાં તમારો ઈ - મેમો ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, અહીં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ તમે ઓનલાઈન ઈ- મેમો ભરી શકો છો પરંતુ જો તમને એમ લાગે કે આ ચલણનો ગુનો તમે કર્યો નથી અને તમે તમારો કેસ લડવા માંગો છો, અને વર્ચ્યુઅલ કોર્ટમાં તમે ઈ ચલણ નથી ભરતાં તેવા સંજોગો માં વર્ચ્યુઅલ કોર્ટમાં તમારું ઈ ચલણ ને contested કરવામાં આવે છે, અને આવા સંજોગોમાં તમારા ઈ- મેમા ને લખતો કેસ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે એટલે કે જે તે આરટીઓના અધિકાર ક્ષેત્રમાં આવતી કોર્ટમાં તમારો કેસ ટ્રાન્સફર થઈ જાય છે આવા સંજોગોમાં કોર્ટ તમારી વિરુદ્ધ સમન્સ જારી કરી આગળની કાર્યવાહી કરશે.
ઈ ચલણ ન ભરવાને કારણે સજા થઈ શકે છે?
જોકે 135 દિવસ સુધી પણ ઈ - મેમો/ચલણ ન ભરપાઈ કરવામાં આવે તો સજાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. અને ઈ મેમો નહિ ભરવાને કારણે તમે તમારું વાહન વેચી શકાશે નહીં કે ટ્રાન્સફર કરી શકાશે નહીં.
Thanks for your valuable response.