કેન્દ્ર સરકાર દ્વારા મોઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવામાં આવ્યો.
કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરો મે દિવાળી બોનસ : કેન્દ્રમાં રહેલી મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો આ વધારો 1 જુલાઈ 2024 થી લાગુ થયેલો ગણાય અને તે મુજબ કેન્દ્રિય કર્મચારીઓને 3% વધારો મળશે. ભારત સરકાર વર્ષમાં બે વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. (DA) એટલે કે dearness allowance ( મોઘવારી ભથ્થુ ) કહેવાય છે. અને (DR) એટલે કે dearness Relief ( મોઘવારી રાહત ) કહેવાય છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે આજરોજ તા 16/10/2024 ના રોજ DA માં 3% ના વધારાની જાહેરાત કરવામાં આવી હતી, તાજેતરના વધારા વિના કેન્દ્ર સરકાર ના કર્મચારીઓ અને પેન્શનરો 50% DA અને DR મેળવતા હતા જે હવે 3% ના વધારા બાદ 53% મળવા પાત્ર થશે, સરકારની આ જાહેરાત બાદ 1 કરોડ થી વધુ કર્મચારીઓ તથા પેન્શનરો ફાયદો થશે.
મોઘવારી ભથ્થામાં વધારો થવાથી સરકારી અધિકારીઓ ના પગારમાં પણ વધારો થશે?
મોંઘવારી ભથ્થુ જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ઘટક છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાને કારણે પગારમાં પણ વધારો થાય છે દરેક સરકારી કર્મચારીઓના પગાર અલગ અલગ હોય છે તેના કારણે તેમનું ગુણાંક નો રેશિયો પણ અલગ હોય છે. અને તે મુજબ તેમનો પગાર વધારો થતો હોય છે.
મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે?
મોંઘવારી ભથ્થાની ગણતરી સામાન્ય રીતે કર્મચારીના મૂળ પગારના આધારે થાય છે. હાલમાં સાતમુ પગાર પંચની જોગવાઈના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવેલ છે તે મુજબ સરકારી કર્મચારીઓ ના પગારમાં વધારો થશે.
ધારો કે કોઈ કર્મચારીનો પગાર ₹50,000/ દર મહિને હતો અને મોંઘવારી ભથ્થામાં ના 50% પ્રમાણે 25000/- નો વધારો મળતો હતો, હવે 3% ના વધારા પ્રમાણે 1500/- નો વધારો મળશે જે 25000 + 1500 = 26500/- મળવાપાત્ર છે. જે 1 ઓક્ટોમ્બર, 2024 થી લાગુ થાય છે પરંતુ તેનો અમલ 1 જુલાઈ,2024 થી કરવાનો હોય 3 મહિના ( ત્રણ મહિનાનું એરિયર્સ ) નો સળંગ વધારો ગણી આ DA મળવાપાત્ર છે.
પેન્શનરો કેટલો વધારો મળશે?
Dearness Relief (મોઘવારી રાહત) માં 3% નો વધારો કરવામાં આવેલ હોય જૂના 50% માં 3% નો વધારો થતાં હવે 53 % લેખે DR મળશે.
ધારો કે કોઈ પેન્શનરને દર મહિને 25000 રૂપિયા પેન્શન મળતું હોય તેને 3% ના વધારા પ્રમાણે 750 રૂપિયા વધુ પેન્શન મળતું રહેશે. આમ કુલ રકમ 25000 + 750 = 25750/- પેન્શન મળશે.
સરકારે જણાવ્યું કે :
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ અને પેન્શનરો ને મોંઘવારી રાહત ભથ્થામાં વધારો 3% નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે 9448 કરોડ રૂપિયા નો વાર્ષિક બોજ સરકારી તિજોરી ઉપર પડશે.
Read press note : click below
Wow good dicision for central government
ReplyDelete