રાઈટ ટુ ઇનફર્મેશન એક્ટ 2005.
Right to information act 2005 : માહીતી અધિકાર નો કાયદો ૨૦૦૫ માં આવ્યા બાદ સમગ્ર ભારત માં અમલમાં મુકવામાં આવ્યો છે.
આર.ટી.આઇ. નો કાયદો અમલમાં આવ્યા બાદ નાગરિકો અને સરકાર વચ્ચે ના પ્રશ્નોનું નિરાકરણ શક્ય બન્યું છે.અને સીધો વાર્તાલાપ શક્ય બન્યો છે. હાલ ગુજરાતમાં 40 હજાર જેટલા માહિતી અધિકારીઓ કાર્યરત છે.
હાલમાં માહિતી આયોગ દ્વારા અરજી તેમજ અરજીના કામે અપીલ અને તેની સ્થિતિઓ ને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને 11 હજાર થી વધુ જાહેર સત્તા મંડળો ફરજ બજાવી રહ્યા છે. હવે નાગરિકોને વધુ સારી સેવા મળે તે આશયથી ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે નાગરિકો ઓનલાઇન પોર્ટલ ઉપર સીધી અરજી કરી શકશે.
ઓનલાઇન RTI portal ઉપર પ્રોફાઈલ કેવી રીતે બનાવવી :
સૌથી પહેલા તમારે ગુજરાત સરકારે લોન્ચ કરેલી આરટીઆઇ પોર્ટલ પર જવાનું રહેશે જેમ કે www.onlinerti.gujarat.gov.in જઈને વેબસાઈટ ઓપન કરવી ત્યાર બાદ જમણી બાજુ લોગીન બટન દબાવો.
લોગીન બટન દબાયા બાદ મોબાઈલ નંબર અથવા ઇમેઇલ એડ્રેસ લખી સબમિટ કરવાથી તમારા મોબાઈલ કે ઇમેઇલ ઉપર OTP આવશે.
આ OTP વેરીફાઈ કર્યા બાદ તમારી સામે તમારું પ્રોફાઈલ ખુલી જશે જેમાં તમારે સૌ પ્રથમ ફોટો અપલોડ કરવો જોઈએ,તમારું આખું નામ, દેશ,પછી રાજ્ય સિલેક્ટ કરી તમારું વર્તમાન સરનામું એન્ટર કરી save બટન દબાવી તમારૂં પ્રોફાઈલ સેવ થશે.
માહિતીના અધિકાર માટે કેવી રીતે અરજી કરવી :
લોગ ઇન કર્યા પછી, RTI એપ્લિકેશન પર ક્લિક કરો. આ પછી ટર્મ ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ પર ક્લિક કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો.
હવે RTI વિગતો ફાઈલ કરવાની રહેશે. રાજ્ય સ્તર, જિલ્લા સ્તર, તાલુકા સ્તર પસંદ કરો જેમાં RTI ફાઇલ કરવી.
- જે ભાષામાં RTI કરાવવાની છે તે ભાષા પસંદ કરો અંગ્રેજી, ગુજરાતી અન્ય જે વિભાગમાં RTI કરાવવાની છે તે વિભાગ પસંદ કરો.
- પછી તે વિભાગ હેઠળની ગૌણ કચેરી પસંદ કરો અને તમે જેના વિશે માહિતી મેળવવા માંગો છો તે વિકલ્પ પસંદ કરો.
- પછી તમે RTI સંબંધિત પ્રશ્નો લખી શકો છો.અને જો તમે કોઈપણ દસ્તાવેજ જોડવા માંગતા હોવ તો તમે તેને જોડી શકો છો.
- ત્યારપછી નેક્સ્ટ પર ક્લિક કરવાથી ફી ભરવાનો વિકલ્પ દેખાશે. જેમાં RTI ફી કાર્ડ અથવા UPI દ્વારા ભરી શકાશે.
અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી :
- લોગ ઈન કર્યા પછી મેનુમાં ચેક ધ સ્ટેટસ પર ક્લિક કરો. મોબાઇલમાં એપ્લિકેશન નંબર દાખલ કરો.
- અથવા મોબાઇલ નંબર દાખલ કરો અને પછી અરજી સ્થિતિ તપાસવા સબમિટ પર ક્લિક કરો.
પોર્ટલમાં અન્ય કઈ માહિતી ઉપલબ્ધ હશે :
આ પોર્ટલ અંગ્રેજી દ્વારા અરજી કરવા માટે વપરાશકર્તા માર્ગદર્શિકા અને તે ગુજરાતી ભાષામાં આપવામાં આવે છે. આ સિવાય RTI સંબંધિત 59 સામાન્ય પ્રશ્નોના જવાબો પણ આ પોર્ટલમાં આપવામાં આવ્યા છે.
આ સિવાય ટેક્નિકલ સપોર્ટ માટે માહિતી અને સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા છે. જે અરજદારને અરજી કરવાની સુવિધા આપશે,
Thanks for your valuable response.