ગુજરાત હાઇકોર્ટના નિર્દેશો પર પોલીસ ભરતી સુધારા.
ગુજરાત હાઇકોર્ટે એક સુઓમોટા અરજી નો નિકાલ કરતાં સરકાર ને આપ્યા નિર્દેશ.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વધુ નિર્દેશ કરતા જણાવ્યું છે, કે પોલીસ ભરતીના નિયમોમાં સુધારાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે કરવાની રહેશે પોલીસ ભરતી બાબતનું વાર્ષિક કેલેન્ડર બનાવવાનું રહેશે હાલની જે જગ્યાઓ ખાલી છે તે ભરતી માટે ટાઈમ લાઈન અને તેની પ્રક્રિયાની માહિતી આપવાની રહેશે વધુમાં રાજ્યમાં પોલીસ માટે માત્ર ચાર તાલીમ શાળાઓ છે અને તે પૂરતી ના હોય તો તેને અપગ્રેડ કરવી અને નવી તૈયાર કરવા બાબતે શું આયોજન છે તેની માહિતી ગૃહ વિભાગના સચિવ પાસે થી હાઇકોર્ટ માંગી હતી.ગુજરાત હાઇકોર્ટમાં પોલીસની ભૂમિકા કામગીરી સહિતના મુદ્દાઓને લઈને દાખલ કરવામાં આવેલી સુઓમોટો પિટિશન માં રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે ગુજરાત પોલીસમાં 1,28,448 જગ્યાઓ ખાલી પડેલ છે તે પૈકી 33, 385 જગ્યાઓ બે વર્ષમાં સીધી ભરતી અને બઢતી થી ભરતી કરવામાં આવશે. તેવી માહિતી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ હતી
જેના અનુસંધાને એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડની રચના ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતાં.
આગામી વર્ષ 2025 પોલીસ વિભાગમાં સીધી ભરતી કરવાનો નિર્ણય.
જોકે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી એક નવો સમાચાર પ્રાપ્ત થયા હતા જેમાં આગામી વર્ષ 2025 માં પોલીસ વિભાગમાં 14,820 અને સિવિલ સ્ટાફની 245 જગ્યા ઉપર સીધી ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના ગૃહ મંત્રી હતું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ વર્તનના વિવિધ સંવર્ગોની 12472 જગ્યાઓની સીધી ભરતીથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ આવતા વર્ષે રાજ્ય પોલીસ દળ માં સંવર્ગોં ની સીધી ભરતી કરશે.
Thanks for your valuable response.